એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા શ્રીકાર વરસાદનો માહોલ, હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી.

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા શ્રીકાર વરસાદનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં ખાડીપુરને કારણે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

હજુ પુરના પાણી ઓસરી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ વરસાદની આગાહી હોવાને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. તો વડોદરા શહેર અને જિલ્લામાં પણ ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે જળાશયોમાં આજવા સરોવર 212 ફૂટ અને પ્રતાપપુરા સરોવર 224.20 ફૂટ પર છે અને વિશ્વામિત્રી નદી 22. 75 ફૂટ પર વહી રહી છે.

તાપી જીલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરી છે. જેમાં વ્યારામાં 3.2 ઇંચ, વાલોડમાં 2.3 ઇંચ અને ડોલવનમાં 3.1 ઇંચ વરસાદ નોંધાયો હતો અને ઉકાઈ ડેમની સપાટી 333.77 ફૂટ પર પહોંચી છે.

ધારી સ્થિત ખોડીયાર ડેમ ૯૦% ભરાય ગયેલ હોય શેત્રુંજી નદી કિનારે આવેલા તમામ ગામોના સરપંચને જાણ કરવામાં આવે છે કે ડેમ ના દરવાજા કોઈપણ સમયે ખોલવામાં આવશે તેથી નીચાણ વાળા વિસ્તારમાં આવેલા તમામ ગામના લોકોને જાણ કરવા તથા જરૂર જણાય તો સલામત સ્થળે ખસેડવા તેમજ નદીના પટમાં કોઈ ને પણ અવરજવર ન કરવા “સેકસન અધિકારી, ખોડિયાર ડેમ સાઈટ”તરફથી સુચના આપવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાનો વિશાળ ડેમ શિંગોડા ડેમ જંગલ વિસ્તારમાં આવેલો છે. 61 ફૂટની ઉંચાઈ ધરાવે છે.કુલ 6 રેડિયલ ગેટ છે.તે પૂર્ણ સપાટીએ ભરાઈ જતા 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે.1709 ક્યુસેક પ્રતિ સેકન્ડ પાણીનો પ્રવાહ શીંગવડા નદીમાં વહી રહ્યો છે. તો જુનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડ બંને કાઠે છલકાયો છે..

વાંકાનેરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાંકાનેર ચોટીલા સુરેન્દ્રનગર હાઇવે પર પાણી ભરાયા હતા, તો દ્વારકામાં હજુ પણ મેઘમહેર યથાવત છે. જેના કારણે જીલ્લાના તમામ જળાશયો છલકાયા છે અને ખેતીને પણ ફાયદો થયો છે. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માની ચીચપાડા ગામ ની ઘટનાનો વિડિઓ વાયરલ થયો છે. જેમાં પાર નદી પાસે ગાયો ચરાવવા ગયેલા પાંચ યુવકો તણાયા હતા. તેમાંથી ચાર યુવકોને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવકનું મૃત્યુ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram